Gujarati Quote in Good Morning by Bhumika Vyas

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹ખુબજ સુંદર લખાણ👌👌

વીતી જશે આ સમય પણ, બસ ધીરજ રાખો સાહેબ.
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે.
_____________________________
ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
_____________________________
ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
_____________________________
દિવાનું પોતાનું કોઇ ઘર નથી હોતું.....
જયાં મુકો ત્યાં અજવાળું કરે છે..!
_____________________________
જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
_____________________________
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે.
_____________________________
*હીરા પારખું* કરતાં *પીડા પારખું* નું સ્થાન ઉંચુ છે.
_____________________________
ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઇ જવાય !!
_____________________________
હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે,
પરંતુ હક્કનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે.
_____________________________
નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂરખનું હોય છે
અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે.
_____________________________

આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
_____________________________
*ખોવાઇ* ગયેલી વ્યકિત મળી શકે, પણ
*બદલાઇ* ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.
_____________________________
*અભિમાન* અને *પેટ* જ્યારે વધે છે,
ત્યારે વ્યકિતની ઇચ્છા હોવા
છતાં પણ બીજાને ભેટી નથી શકતો.
_____________________________
જબરી ચીજ બનાવી છે ધન....
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે.
_____________________________
*એકલા ચાલવું આમ તો અઘરું નથી,*
*પણ કોઈની સાથે ચાલ્યા પછી*
*એકલા પાછા ફરવું એ ખુબ જ અઘરું છે.*❇️
🙏🙏

Gujarati Good Morning by Bhumika Vyas : 111678065
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now