ખોટા રસ્તે ચાલવાની શી જરૂર?
આત્માને મારવાની શી જરૂર?
ખુદમાં દીવો ઝળહળે છે તો પછી;
કોઈ જગ્યાએ જવાની શી જરૂર?
તું સ્વયંને ઓળખીને ચાલ બસ;
આશ સૌ પર રાખવાની શી જરૂર?
આપશે જો સ્મિત,મળશે સ્મિત પણ;
દોસ્ત, દિલને બાળવાની શી જરૂર?
માત્ર સારાં કર્મ કર 'ધબકાર' તું;
દેવ પાસે માંગવાની શી જરૂર?
- ઉમેશ તામસે 'ધબકાર',