મને યાદ કરવા દે
શું થયું'તુૃં એ દિવસે?
લગભગ
સાંજના સાત થયા હશે, નહીં?
મનથી હેરાન-પરેશાન
કંઈક છોડી દીધું'તુૃં મેં
ને અનાયાસ !
તારો પ્રવેશ
તાજાં, લીલાં ઘાસની માફક
મારાં હળવાં સ્મિતમાં થયેલો
મને યાદ કરવા દે
શું થયું'તુૃં એ દિવસે?
તને યાદ છે...!!!
--નિર્મોહી