આપણી શિક્ષણપ્રથાની એક ખામી એ છે કે, આપણે બાળકોને સારા વક્તા બનવા માટે જેટલી તાલીમ આપીએ છીએ તેટલી જહેમત તેઓને સારા શ્રોતા બનવા માટે આપતાં નથી. ખરેખર તો આપણે સામા માણસને ધ્યાનથી સાંભળતા જ નથી. સત્ય એ છે કે, બોલવા માટે પણ સાંભળવું ખૂબ જરૂરી છે. આપણે સાંભળી શકીએ છીએ એથી જ બોલી શકીએ છીએ. જે બાળક જન્મથી બહેરું હોય અને તેની મજબૂત અને સ્વસ્થ સ્વરપેટી હોય તો પણ તે બોલતાં શીખી શકતું નથી.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi