*બાળપણમાં ખુલ્લી અગાસી કે પતરાના છાપરાં પર સુતા હતા....*
*પણ*
*ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો...*
*ન તો પાણીપુરીનો ફોટો લીધો કે ન તો બરફનો ગોળો ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું...*
*વગર એસી વાળી ટ્રેનમાં શાક ને થેપલા, સાથે પાણીની માટલી,એના પણ ક્યાં ફોટા લીધા...*
*પણ... હા...*
*એક એક પળની detail બરાબર યાદ છે....*
*કારણકે કદાચ...એ સમયે તસવીરો દિલમાં છપાતી હતી,કેમેરામાં નહી...*
*ઘડિયાળ જો હોય તોય ફક્ત બાપા પાસે જ હોય... પરિવાર પાસે ફક્ત સમય જ સમય હતો...*