Gujarati Quote in Romance by Anjana Bhavsar

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહી નથી જો જગા કોઈ શબ્દ કાજે, તો
ચલ એકમેકની આંખોને પીએ આજે તો

મજાકમાં જ ભલે, તે કહ્યું, "ગમે છે તું"
હતું શું એવું? કે ઘેલી કરી અવાજે તો

શરમ 'ને સાદગી આભૂષણો બની જાશે
હૃદયની રાણી કહી તું મને નવાજે તો

મળ્યા છે મન, તો એ વાતે મનાવી લઉં છું મન
પૂરી થવા ક્યાં દીધી ઝંખના રિવાજે તો!?

વચન દીધું છે જે સંયમનું, દિલથી પાળ્યું છે
કસોટી મારી કરી રોજ ઢળતી સાંજે તો

ગગનથી વરસે કે ના વરસે એ કહી ના શકું 
નયનથી વરસે છે, વાદળ પ્રણયના ગાજે તો

અંજના ભાવસાર 'અંજુ'

Gujarati Romance by Anjana Bhavsar : 111676438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now