મહેંદી રચી મે હાથોમાં આજે તારા નામની,
કોમળ ગુલાબી હથેળીમાં નમણાશ તારા પ્રેમાળ પ્રેમની...
સજયાં સોળે શણગાર આજ તારા નામથી,
મળવા આવોને વ્હાલા તરસી છે આંખો તારા દીદારની...
પલકો બિછાવી જોઉ છું વાટ તારા આવવાની,
લજ્જા ભરેલી તીક્ષ્ણ નજરે જુએ છે વાટ તને મળવાની...
નજરો ઝુકાવી અનિમેષ નજરે જોઉ છું રાહ તારા આવવાની,
તલપ છે"રાજલ" ને ગળે લગાવીને પ્યારમાં અહેસાસ અનુભવવાની...
રાજેશ્વરી