*તારું હોવું અને તારું ના હોવું જેવી માનસિક વિડંબના અને અવઢવના લીધે ઉભી થતી અકળામણ, બેચેની, ખાલીપાના કારણે ઉપન્ન થતી મૃગતૃષ્ણા એટલે જ "હું.*
*તારી ગેરહાજરીમાં પણ હું ખુશ રહી શકું છું તે મારા માટે એચીવમેન્ટ નથી, આશ્ચર્ય છે.*
*આવા આશ્ચર્યના સર્જન કરવા બદલ હું ઈશ્વરને ખૂબ ફરિયાદ કરું છું. કેમ કે મારે આવું આશ્ચર્ય કે આવી ખુશી જોઈતી જ નથી. મને તું જોઈએ છે.*
*મારા કિસ્મતમાં તને ના લખી શકતો હોય તો મારે એ ઈશ્વરેય શુ કામનો છે..? મને સાચે તું જ જોઈએ છે. જો તું આવી શકે તો....જો ઇશ્વર તને મને આપી શકે તો...!!!*
*-- અનિરુદ્ધ ઠકકર "આગંતુક"*