Lion Walk :
** ઇતિહાસનું જ્ઞાન હોવું એ એક અભિશાપ છે. કદાચ તમારામાં થોડી સહદેવગ્રંથિ પણ આવી જાય છે. જ્ઞાન વધે છે પણ ઉદાસી આવી જાય છે. કદાચ તમે થોડા સમજદાર પણ બની શકો છો. આ ધરતીમાંથી અંગ્રેજ વેલિંગ્ટન 'નમકવાલા' શબ્દ ઇંગ્લેન્ડના ઇતિહાસમાં લઈ ગયો હતો ! અને આ ધરતીમાં આપણે તુર્ક શબ્દ 'ચમચો' ( ચૂમ્મહ) લઈ આવ્યા છીએ અને આ જ ધરતી પર આપણે એક હિટાઈટ શબ્દ પણ લાવ્યા છીએ -
' હરામી ' ! અને આ જ ધરતી પર આપણે એક ભારતીય શબ્દ પણ પેદા કર્યો છે : ' હરામજાદા ' !
કદાચ વિશ્વનાં રાષ્ટ્રવિજ્ઞાનમાં આપણે પણ એક વિચારધારા આપી શકીશું અને કદાચ એ વિચારધારાનું નામ હશે : ' હરામજાદાવાદ ' !........
- ચંદ્રકાંત બક્ષી : ઇતિહાસ - ર