Gujarati Quote in Motivational by અનિરુદ્ધ ઠકકર આગંતુક

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏 SHE 🙏

કેટલી વાર તમને સમજાવું, મને તો એ જ નથી સમજાતું, ને હું જયારે કૈક સમજાવું, તમે ઉંધુ જ સમજો. અને, તમને સમજાવવાના અને સમજાવવાના ચક્કરમાં તો મારી સમજણે ય જવાબ દઈ દીધો છે. હવે તો એ ય નહીં સમજાતુ કે, તમને કેમનું સમજાવવું અને કેટલુ સમજાવવું.સ મજાઈ સમજાઈને હું તો થાકી, અને સાથે સાથે એટલું ય સમજી જ ગયી કે તમે કાઈ નહીં સમજો. સમજણ પડી.? જો છે..હજુ યે સમજે છે.? કાઈ નહીં, મારે શું..પછી કહેતા નહીં કે મેં કાંઈ સમજણ નહીં પાડી.પછી હું નહીં જ સમજાવું. પછી સમજજો, તમારે જે સમજવું હોય તે.. મારે શું.? હું કઈ નવરી નથી તમને સમજાવવા અને વાતો કરવા.. મારે તો રસોડામાં 17 કામ પડ્યા છે, હું તો આ હાલી..!!

some of sooooo cute and innocent dialouges of her...!!

સંબંધોને એકદમ સરળતાથી નિભાવી જાણતી વ્યક્તિ એટલે સ્ત્રી...મા, દોસ્ત, પત્ની, દીકરી, બહેન, સખી અને ના જાણે કેટકેટલા રોલમાં ...

તેની એકદમ નિર્દોષ, મસ્ત, લાગણીસભર અને કયારેક તો સાવ અર્થ વગરની લાગતી સુપર્બ વાતો તમારા જીવનને લાખો રંગોથી ભરી દે છે...!!
આપણા જીવનમાં લક્ષ્મીસ્વરૂપા , શક્તિ સ્વરૂપા અને અન્નપૂર્ણાસ્વરૂપા બનીને આવતી સ્ત્રીને પ્રણામ..

હે સ્ત્રી, હું તારા માન, આદર અને સન્માનના રક્ષણનું વચન આપું છું. આજે દરેક પુરુષે આ વચન આપવું જોઈએ, મેં આપી દીધું છે ....🙏🙏

-- અનિરુદ્ધ ઠક્કર"આગંતુક"

Gujarati Motivational by અનિરુદ્ધ ઠકકર આગંતુક : 111674865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now