હું ઈચ્છુ તુ મારી બેચેનીનું કારણ બને,
કયારેક તુ જ મારી બેચેનીમાં રાહત બને....
મારા દિલમાં છે મુંઝવણ કેટલીયે,
તુ જ મારી મુંઝવણનું કારણ બને,
ક્યારેક મને તારામાં મુંઝવણનો હલ મળે.....
પ્રેમ, પ્યારની રદયે કેટલી અગન જલે,
તુ જ મારી અગનની ચીનગારી બને,
કયારેક તુ મને મારામાં ધૂંધવાયેલો જડે.....
લાગણીની વહેતી નદીઓ જાણે,
તુ જ મારો ઘુઘવાતો સાગર બને,
કયારેક તો મન મારું આમ હીલોળે ચડે.....
બર્ફીલી અગ્નિ એ જેમ તન-મન બળે,
તુ જ મારા જીવનની છત્ર છાયા બને,
કયારેક તો હૈયે આમ ઠંડી આહટ પડે.....
હું ઈચ્છુ મારી બેચેનીનું કારણ બને,
કયારેક તુ જ મારી બેચેનીમાં રાહત બને..
-Doli Modi..ઊર્જા