વિખરાયેલા મોતી છે,
એક થતાં વાર લાગે છે,
વિખરાયેલી જિંદગી છે,
એક થતાં વાર લાગે છે,
છે જિંદગી આવીજ કઈક,
સવારતા પણ વાર લાગે છે,
જો હોય સમય અને સમજણ,
તો એકજુથ થતાં ક્યાં વાર લાગે છે.
મનોજ નાવડીયા
જ્યારે જીવન છુટા પડેલાં મોતીઓની જેમ વિખરાય જાય છે તો તેને ધીરે ધીરે એક એક મોતીને લઈને પાછું સવારવું પડે છે. આ માટે થોડો સમય અને સમજદારીથી કાર્ય કરવું પડે છે.
મનોજ નાવડીયા