🙏 વાગડ 🙏
વાગડ મારૂં જન્મ સ્થળ છે, ને ગામ છે એતો રાપર;
પશ્ચિમથી પૂર્વ આવતાં જતાં આવતું એ તો રાહ પર;
ખમીર વંતી પ્રજા છે ને રહેતો ગુસ્સો હમેશાં નાક પર,
છતાંય કદી નહીં ભભરાવે મીઠું એ કોઈની દાહ પર;
આદર સત્કાર નૈ ભૂલી શકો, તમે અમારા જીવનભર,
એકવાર આવી તો જૂઓ સવાર કે સાંજની ચ્હા પર;
વરસ આખું રહેતું હમેશાં ખીલતું અને ખીલખીલાતું,
વિશ્વાસ ના હોય તો આવી શકો કોઈ પણ માહ પર;
ખૂબસૂરતી છે વાગડની આ કચ્છમાં સૌથી નિરાળી,
નિર્ભર નથી આ વાગડ કોઈ પણ ની વાહ વાહ પર;
વાગડ છે એવો વન વગડો, પીલુંડાંંથી ભરેલો લથબથ,
આજ પણ ફિદા છે દિલ "વિએમ" વાગડની ચાહ પર;
કચ્છમાં તો હરકોઇ કહે છે કે વાગડ છે સૌથી આગળ,
એટલે તો આ વાગડ છે આખા ગુજરાતની નિગાહ પર;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)