શુ મારુ નામ ક્યાંક સાંભળીને , હજુ પણ સમય રોકાઈ જાય છે?
શુ મારી કોઈક યાદ આવતા , હજુ પણ મન ક્યાંક ખોવાઈ જાય છે?
શુ આપણા પસાર થયેલા એ રસ્તાઓ પર, હજુ પણ મન દોરાઈ જાય છે?
શુ કરેલા એ વાયદાઓ, હજુ પણ મનમાં વિચારાઈ જાય છે ?
શુ તને એ બધું જ થાય છે , જે મને થાય છે,
કે પછી એમ જ મારું મન બધું વિચારી આમ જ ક્યાંક અટકાઈ જાય છે!
... #MR