એક નારી થવાને એ કંઈકેટલાય વાર હારી છે.
આયખું આખુ અવરને જીવાડવા વારી છે.
ખુદ તો જીવે સદા બની લાગણીની કયારી છે.
ખબર કોને કે એનાય રોમેરોમમાં ખૂમારી છે.
છે માં ની એ લાડકી ને પપ્પાની યે દુલારી છે.
અંતર ભલે હો વ્યથિત પણ વાણીથી પ્યારી છે.
જાતને દોડાવી પુરી કરી જરૂરત બધાની છે.
હો કદીક કોમલ સ્વભાવ કદી સિંહ સવારી છે.
કયારેક અન્નપુણાઁ કદીક દુગૉ જેને પુકારી છે.
પ્રતિષ્ઠા એને પ્યારી પણ નામનાને નકારી છે.
સારા માટે સારી ને દુશ્મન માટે જે નઠારી છે.
છે ભગવાને સજૅલી તોયે એની જાત નિરાલી છે.
છે એજ સાચું અસ્તિત્વ એનું કે....
એ નારી છે.
એ નારી છે.
એ નારી છે.
-ડૉ.સરિતા (જલધિ)