જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે...
*તેને પત્નિ કહેવાય*.
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે..
*તેને માં કહેવાય*.
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે...
*તેને બહેન કહેવાય*.
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે..
*તેને દીકરી કહેવાય*...
*મહીલાદીવસે દરેક નારી ને વંદન*🙏#રેખાચિટણીસ