ચાલો હવે સમજીએ કુંતીના સો પુત્રો પાછળનું રહસ્ય. નર અને માદા જનનકોષના ફલન બાદ ઉત્પન્ન થતાં ગર્ભમાં કોષવિભાજન થાય છે. જે ત્યારબાદ સંપૂર્ણ શરીર તરીકે વિકાસ પામે છે. વ્યાસમુની ભ્રૂણ વિદ્યા એટલે કે એમ્બ્રીઓલોજી જાણતા હતા. તેમણે ફલન બાદ ગર્ભને ગાંધારીના શરીરની બહાર પ્રસ્થાપિત કર્યો અને ત્યારબાદ કોષવિભાજનના અંતે તેમણે અલગ અલગ ૧૦૦ કોષોને પોષકતત્વો ધરાવતા ઘૃતકુંભમાં સ્થાપિત કર્યા. આ દરેક કોષોને પોષકતત્વો ધરાવતું માધ્યમ અને યોગ્ય વાતાવરણ મળતાં તે સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામ્યા. આમ ગાંધારીએ ૧૦૦ કૌરવોને જન્મ આપ્યો હતો.
સુભદ્રા જ્યારે ગર્ભવતી હતી ત્યારે અર્જુન તેના પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહ કેવી રીતે ભેદવો તે શિખડાવે છે. આ વાત તો તમે સાંભળી હશે. આ વાત ગળે ઉતારવી થોડીક અઘરી લાગે. 'રાઇટ બ્રેઇન એજયુકેશન ડ્યુરિંગ ઇન્ફેન્સી' નામના પુસ્તકમાં વિશ્વ પ્રખ્યાત ડો. માકોટો શિચિદાના કહેવા મુજબ સગર્ભાવસ્થા દરમિયાન જમણું મગજ વધારે એક્ટિવ હોય છે. તેમણે જાપાનમાં ૩૫૦ થી પણ વધુ બાળકો માટેના ટ્રેનીંગ સેન્ટર ખોલ્યા છે. વધુમાં તે કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં વિશેષ સંવેદનાત્મક સમજ (Extra Sensory Perception - ESP)
વધુ હોય છે જેને લીધે બાળક માતાના ગર્ભમાં પણ શીખી શકે છે. પણ જો યોગ્ય પધ્ધતિનો ઉપયોગ કરીએ તો.