ફૂકી દીધાં રણશીંગા આજ અંતર યુદ્ધ જોડે,
મચાવી દીધાં રમખાણ આજ સંગ રહેલી લાગણી જોડે....
મૌન રહી ખેલાયા યુદ્ધ હજારો શબ્દો જોડે,
મનાવી લીધાં અંતરને મૌન રહી શબ્દોનાં યુદ્ધ જોડે.....
વિશાળ છે મનનો વિસ્તાર મારો કેમ યુદ્ધ એની જોડે,
બની અસવાર ચલાવું જીંદગી, રાખી લગામ હાથમાં ઘોડા જોડે....
છે જીવન આંખુય રંગમંચ અહિ, નિભાવું નાટક અહિ અનેક કિરદાર જોડે,
મળ્યો અવસર "રાજલ" ને લડવાનો યુદ્ધ અંતર જોડે,
કરી યુદ્ધ અંતર સંગ, ઓળખું પોતાનાં સ્વને સ્વ જોડે....
-Rajeshwari Deladia