સદાય રેવે ગુલતાની લાગી પ્રિતું નઈ રે વે છાની.
અનહદ નાદ રે ગગન ધૂન ગાજે
ઝાલરી તો વાગે ઝીણી ઝીણી રે..લાગી પ્રીતું
અપરંપાર રે અગમ કેરી આગે
નિગમ ભરે જલ પાણી રે.
આગે હતી સો અબ મેને પાઇ
પુરણ પ્રિત પિછાણી રે .
ત્રિકમ સાહેબ ખીમ કેરા ચરનાં
વારે વારે ગુલ્તાની રે
લાગી પ્રીતુ નહિ રે વે છાની.
સદાય રહે ગુલતા ની..