કોઈ મને તો પૂછો !!
હા હું છું નારી પણ કોઈ મને તો પૂછો
કે મને શું ગમે છે?
હું સાડી પહેરીને ઘરની ગૃહિણી બની પણ
મને તો ખાખી ડ્રેસ પહેરવો પણ ગમે છે
હા પકડી લીધું મે હાથ માં વેલણ પણ,
મને તો રાયફલ પકડવી પણ ગમે છે
ઝાંઝર પહેરીને ફરી લીધું આંગણમાં પણ
મને તો સ્પોર્ટ્સ શ્યુઝ પહેરી ને રમવું ગમે છે
હા પહેરી લીધું મે દુનિયા ની નઝર માં મંગળસૂત્ર પણ
મને તો સ્ટેથોસ્કોપ પહેરવું પણ ગમે છે
એક માં બની સાચવ્યા બાળકોને પણ,
મને તો એ બાળકો ને પ્રોજેક્ટર પર ભણાવવા પણ ગમે છે
મે રહી લીધું આ દુનિયા ની રીતોમાં પણ,
મને તો સફેદ ટોપી પહેરી નીતિ ઘડવી પણ ગમે છે
હા ખુશ છું હું દીકરી બનીને પણ ,
મને મારા સ્વપ્ન ની ઉડાન ભરવી પણ ગમે છે
હા હું છું પારકી થાપણ પણ
મને પણ માતા પિતા ની છત્રછાયા માં રહેવું ગમે છે