😅😂😀 લોકડાઉનની છૂટ થતાં પિયર ગયેલી પત્નીએ પૂછ્યું - શું કરો છો આખો દિવસ ?
*નિર્દોષતાથી પતિએ કહ્યું -*
ધાબે સુતો હોઉં એટલે રોજ સવારે *કિરણ* જગાડે,
પછી નાહીને અડધો કલાક *પ્રાર્થના,*
*ભગવતી* સામે બેસી, હાથમાં *ગીતા* રાખી,
જિંદગીમાં મારી *ભૂમિકા* જોઉં,
બાજુવાળાની *પ્રેરણા* થી કસરત શીખું,
મનમાં *શ્રદ્ધા* છે એટલે બે ટંકનું મળી જાય,
અને ભુખ્યો હોઉં તો કોઈની *કૃપા*- *દ્રષ્ટિ* મળી જાય,
અને તું ન હોય એટલે પાડોશીની *મમતા* અને *મહિમા* દેખાય જ,
અને ક્યારેક તો બાજુવાળાની *ખુશ્બૂ* થી ચાલે,
ક્યારેક *રુચિ* ન હોય તો ન પણ જમું,
બપોરે બાજુની બિલ્ડીંગની *છાયા* માં બેઠો હોઉં,
પછી આખો દિવસ *કલ્પના* સાથે વિતાવું,
આજે તો *અભિલાષા* છે એટલે ટીવી જોઈશ,
ક્યારેક નાનપણની *કવિતા* વાગોળુ,
વરસાદ પડે તો *બિન્દુ* સાથે નાહું,
*ઝંખના* તો છે પણ કેટલી પુરી થાય ?
ફળિયામાં જે *લતા* છે, તેની *મહેક-ફોરમ* થી તાજગી મળે, પણ *લતા* ને જોવાની મજા જ અલગ છે,
ભગવાનને કહું, કોરોના સામે *રક્ષા* આપજે,
સાંજે ફરી અડધો કલાક *સંધ્યા*- *આરતી* ,
માંડમાડ દિવસ જાય ત્યારે રાતની *ચાન્દની* સાથે સૂવું,
ત્યાં *સપના* આવે.
બસ, આવી રીતે દિવસ રાત જાય છે.
😅🙀🤬🙉🕺🏻💃🚘🤦🏼🤦🏼
પત્ની બીજે દિવસે પાછી આવી ગઈ...
😷🙊🤣😷🙊 🤣😷🙊🤣