ઓડિશા ના સોનેપુર જિલ્લા ની ગુપ્તેશ્વરી
વિદાય વખતે એટલું રડી કે હાર્ટએટેકથી મૃત્યુ થયું .કારણ, પરિવાર ની ચિંતા હતી.
સમાચાર સાંભળી દુઃખ તો થયું પણ વિચાર પણ આવ્યો કે શું લગ્ન નો દિવસ એ પરિવાર સાથે નો આખરી દિવસ થોડો હોય છે કે લાગણીવસ બની જીવ ગુમાવ્યો.
વિદાય વખતે રડવું સ્વાભાવિક છે માતા, પિતા અને પુત્રી માટે,આટલા વર્ષો ઉછેરી ભણાવી ગણાવીને સુખ દુઃખ માં ભાગીદાર બની સાથે રહી હોય, પરંતુ લગ્ન પછી પણ દીકરીઓ આજે દીકરા જેટલીજ અને તેનાથી પણ વધુ જવાબદારી સમજતી હોય છે અને સાચવે છે. હા ઘણા રાજ્યો માં અને સમાજ માં સ્ત્રી ની હાલત હજુ પણ દયનીય છે કે તેમને કોઈ માન સન્માન કે કોઈ ગણતરી માં પણ લેવાતા નથી.
કેટલાક સમાજ માં માથે ઓઢવા ની પ્રથા પણ હોય છે કારણ લાજ કાઢવા ની હોય છે,જો આપણે જ માં,બહેન અને દીકરીઓ ની લાજ રાખતા જ્યારે થઈ જઇશું ત્યારે તેમને લાજ કાઢવા ની જરૂર નહિ રહે.
પણ જમાનો હવે બદલાઈ રહ્યો છે.
સમાજ બદલાતો જાય છે,
મહિલાઓ હવે પગભર અને શિક્ષિત થઈ છે.હવે ઘણા સમાજ માં પુરુષ અને મહિલા ને સરખો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. આપણે આજકાલ સિરિયલો માં પણ જોઈએ તો જાણે બધોજ ઘરનો વહીવટ સ્ત્રીઓ ને જ સોંપી દેવામાં આવ્યો હોય છે અને હા ઘણા ખરા ઘરો માં હવે મહિલાઓ ના નિર્ણયો ને જ અમલ માં લેવામાં આવી રહ્યા છે અને એ સારી રીતે મેનેજ કરી પણ રહી છે.અને એમાં કંઈ ખોટું પણ નથી પણ જો આમાં પુરુષ નું સ્વમાન અભિમાન પિકચર ની જેમ ન ઘવાય તો...
આજે મહિલાઓને ઘર પરિવાર ને સમાજ ની જવાબદારી માંથી પોતાને માટે સમય જ
ક્યાં છે બસ એ તો સમાજ પાસે અપેક્ષા પણ શું રાખે છે,પણ હા જો આજે મહિલાઓ ને રક્ષણ ,સમ્માન અને પ્રેમ બસ મળે તો તે પોતાનું જીવન ધન્ય માની લે....
Always Respect Women's
Happy Women's Day
Jignesh shah