" સ્ત્રી "
દરેક ના જીવન નું એક આગવું અલાયદું જીવન રૂપી વર્તુળ જેનો અંત પણ એક નવી શરૂઆત થી થાય.
સ્ત્રી દરેક ના જીવન માં એક મહત્વ નું પાસું હોય છે પછી એ મમ્મી હોય બહેન હોય નજીક ની.મિત્ર હોય કે પછી પ્રેમિકા.
દરેક ની દરેક ના જીવન માં અલગ અલગ ભૂમિકા હોય છે.
કેટલાક લોકો કહે છે કે સ્ત્રી ઓ ને સમજવી ખૂબ અઘરી હોય છે પણ મારું માનવું છે કે સ્ત્રી ઓ જેટલું સરળ કોઈ નથી હોતું, ગમે એટલું દુઃખ હોય તો પણ ગમતા વ્યક્તિ ની સામે એ રડી પડશે અથવા તો એ ગમતું વ્યક્તિ દુઃખી ન થાય એ માટે પોતાની જાત ને કાબુ માં રાખશે આ બંને પરિસ્થિતિ માં પણ એ રહેશે તો મજબૂત.
જે એક સ્ત્રી ની સુંદરતા માં સો ગણો વધારો કરે છે.
સુંદરતા શબ્દ એવો છે કે એ સ્ત્રી ની સામે તો જાંખો જ પડી જાય.
દુઃખ,પ્રેમ,ગુસ્સો,વેદના,દયા,ચિંતા,કાળજી,ખુશી,સમાધાન આ બધા નું મિશ્રણ એટલે "સ્ત્રી"
એ દરેક સ્ત્રી ને મહિલા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Happy Women's Day