હું મને ગમું છું,
બીજાની ખબર નથી,
બીજાને શા માટે પૂછું ?
ગમું હું બીજાને નહીં,
એમાં મારે શું નિસબત ?
હું મારામાં મસ્તરામ,
હું ચાહું પોતાને,
મારી જિંદગી છે,
મારે જીવવાની,
શા માટે ઉદાસ રહું ?
નિરર્થક સવાલોથી,
ઉકેલ તો છે મારી પાસે,
મારી અનંત શક્તિથી,
આત્મનિરીક્ષણથી,
ઈશ્વરે બક્ષીશમાં આપી,
વિચારો, સ્મરણ ને પ્રેમ,
લાગણીઓથી ભરપૂર,
સ્પર્શ, બોલવું, લખવું,
જોવું, સાંભળવું, સૂંઘવું,
ખુદમાં ભંડાર ભર્યો અનેરો,
અનેરી શક્તિઓનો ખજાનો,
વિવેકથી સજાવી જિંદગીમાં,
સન્માન આપ્યું આત્મવિશ્વાસથી.
નારીમાં છે ખુદની શક્તિઓ,
તુ કેમ રહે બીજાને આધાર,
લાગણી ને પ્રેમનાં દીવા તળે,
તુ ખુદ પીડાય પોતાની જાતથી,
સજાવ તારા સ્વપ્નાં ખુદ,
ઈશ્વર પણ છે સદા તત્પર.
વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ.
""અમી''
-અમી