સ્ત્રી તું રંગોનું મેઘધનુષ્ય છે.......
🌈
ગુસ્સામાં લાલ,
ને પીળા માં તું પ્યારી છે.
❤️
સફેદમાં સાસવત્ત,
નીલગગન સમી ન્યારી છે.
🤍
તારો ખોળો લીલી હરિયાળી,
વગર તારા દુનિયા કાળી છે.
💚
બાંધે માથે સાફો કેસરી,
ત્યારે ઝાંસીની રાણી છે.
🧡
તું બને સપ્તરંગી જ્યારે ત્યારે,
લાગે વહાલનુ મેઘધનુષ ધારી છે.
🌈
~*Happy women's day*~