પોતાની લાગણીઓ થી પાછી પડતી તું,
પોતાની લાગણીઓ થી દુનિયા તું હવે પોતાની કરી રહી છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી જાત ને નવા દ્રષ્ટિકોણ થી જોઈ રહી છે.....
દરેક વાત માં હકારો ન ભરી,
તું હવે અવાજ ઉઠાવતાં શીખે છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું પોતાના માટે લડતાં શીખી રહી છે....
અન્યાય સામે અવાજ ઉઠાવી,
પોતાનો હક તું હવે માંગી લે છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી જાત ને છેતરવા નું બંધ કરતાં શીખી રહી છે....
હંમેશા લોકો ને આગળ ધપાવતી તું,
પોતે પોતાના માટે આગળ વધી રહી છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી જાત ને પણ પ્રાધાન્ય આપતાં શીખી રહી છે.....
હાલ સુધી માત્ર એક ઉત્તમ પુરુષ ને જન્મ આપી લેતું શ્રેય,
હવે તું પોતે ઉત્તમ બની લઈ રહી છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી શ્રેષ્ઠતા હવે પામી રહી છે....
-PARL MEHTA