ખુશનુમા સવાર અને સોનેરી સાંજ એવી જુદી જુદી ભાતની ,
આ મારી ધન્ય ધરા ગુજરાતની.
અપાર દરિયાના છીપલાં માં કળા ખીલી કાચની,
ધન્ય ધરા આ ગુજરાતની.
દક્ષિણે દ્વારિકા નગરી અને એક ઉત્તરે અંબે માતની ,
ધન્ય ધરા આ ગુજરાતની.
વાતો અને ભાતો અહી જૂદી જૂદી જાતની,
ધન્ય ધરા આ ગુજરાતની.
ગીરના સિંહ રંગબેરંગી મોર કે સુરખાબ કેરા કચ્છની,
ધન્ય ધરા આ ગુજરાતની.
દાદી અને દાદા ની મીઠી વાતો થાય રાતની ,
ધન્ય ધરા આ ગુજરાતની.
સરદાર ગાંધી કે કલાપી પછી કાગની,
ધન્ય ધરા આ ગુજરાતની.
મોદીજીના સુર અને વિકાસ ના વાટની,
ધન્ય ધરા આ ગુજરાતની.
જનમી અહી હું અંજાન પાવન થયો , ધન્ય ધરા આ ગુજરાતની.
ગુજરાત એ ગૂજરાત એના સિવાય કોઈ વાત ની,
ધન્ય ધરા આ મારા ગુજરાતની.
-Ashok Chàvda_Anjan