પોતાની પ્રશંસા સાંભળવી ન ગમે એવો કોઈ માણસ ભાગ્યે જ આ દુનિયામાં હશે. આ પ્રશંસા - સ્ટ્રોક - સ્પંદન એક પ્રકારનું આંદોલન સર્જે છે, જે વધુ સારું કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે. નાનું બાળક, યુવાન, પતિ કે પત્ની, અરે ભગવાન પણ પ્રસંશાના ચાહકો છે. ‘ચા સરસ થઈ છે’ આ ચાર શબ્દો પત્નીના થાકને ઊતારી દે છે. પ્રસંશાના શબ્દો સાર્થકતાનો અનુભવ કરાવે છે. શરીરમાં એક રોમાંચ અને અદ્ભુત ઊર્જાનો સંચાર થઈ જાય છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi