Gujarati Quote in Motivational by Shailesh Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એન્જોય ...વુમન્સ વીક...1 માર્ચ થી 8 માર્ચ.,💃💃

જ્યારે મોટી ઉંમરે *સ્ત્રી* આકાશ મા ઉડવા નુ ચાલુ કરે છે સ્વતંત્ર તા થી જીવે છે ત્યારે *પુરુષો* વિચારે છે....
આને *પાંખો* આવી છે !!!
*અરે* ...ભલા માણસ... *પાંખો* તો એને *જન્મ* થી જ મળી છે.
પણ એ *સ્વેચ્છાએ* એને *સંકેલી* ને બેઠી હતી.
એણે *ગૃહસ્થી* ને કદી *પિંજરુ* ગણ્યુ જ નથી....
*માળો* જ *માન્યો* છે.
પોતાની *પાંખો* ની *હૂંફ* થી એણે *પરિવાર* ને *સેવ્યો* છે.
ક્યારેય *ઉડવાની* *તમન્ના* નથી કરી.
પણ...પણ...આ *મુકામ* પર...

જ્યારે *પક્ષીઓ* જ *ઉડી* ગયા છે તો હવે એ પણ જરી *પાંખો* *ફફડાવે* તો *ખોટુ* શું છે ?

એને *આકાશ* નથી જોઇતું...
એને *ઉડી* ને ચાલ્યા પણ નથી જવું.
એને તો *બસ* ....થોડી *અમસ્તી* *મોકળાશ* જોઇએ છે.

એ *તમારા* જ આપેલા ' *સમય* ' નાં *ટૂકડા* ને *મનગમતી* પ્રવૃત્તિ થી ભરવા માટે એક *ટૂકડો* ' *અવકાશ* ' માંગે છે

તો .... *શુ* એ *વધારે* કાંઇ માંગે છે ???
એને થોડુ *ખિલવુ* છે...
*ખુલવુ* છે.....
થોડુ *વહેવુ* છે...
થોડુ *કહેવુ* છે...
થોડુ *મ્હોરી* ને
થોડુ *મહેંકવુ* છે.

તો *શુ* એ *ખોટુ* છે ???..

Gujarati Motivational by Shailesh Jani : 111671780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now