BREAKUP
બ્રેકઅપ શું ખરેખર એક બીજા સાથે એકબીજા થી અલગ થઈ જવાથી જ થાય છે.??
શું એકબીજા થી દુર થઈ જવાને જ બ્રેકઅપ કહેવાય છે.?
આમ જોવા જઈએ તો હા..
આજ ના સમય માં આને જ બ્રેકઅપ કહેવાયું છે કે એકબીજા થી દૂર થઈ જવું, એકબીજા સાથે વાત ન કરવી..
ફોન કે મેસેજ પણ ન કરવા..
પણ શું આપણે ખરેખર એ વ્યક્તિને ભૂલી શકીએ છીએ.?
શું ફોન ન કરવાથી, મેસેજ ન કરવાથી, ન મળવાથી આપણે એને આપણાં મનમાંથી, આપણાં હ્રદયમાંથી એટલી સહેલાઈથી કાઢી શકીએ છીએ.?
ના..કોઈ વ્યક્તિથી માત્ર શારીરિક રીતે દૂર જવાથી આપણે એને ભૂલી નથી શકાતા, આપણો પ્રેમ ઓછો નથી થાતો તો આને બ્રેકઅપ કેવી રીતે કહી શકાય.?
બ્રેકઅપ ખરેખર શું છે.?આપણે આ સોશિયલ મીડિયા વાળા અને દેખાદેખી ના જીવન માં એટલા બધા તો વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણને આપણા પ્રિય વ્યક્તિ માટે પણ સમય નથી આપણું જીવન આપણે ફિલ્મી ઢબે જીવતા થઈ ગયા છીએ..
કોઈ વ્યક્તિ ની સાથે હોઈએ પણ એને સમજતાં ન હોઈએ, સાથે રહેવા છતાં પ્રેમ ના હોય, લાગણી ના હોય, સમય ના હોય, સમજદારી ના હોય, બસ ફક્ત સાથે હોય શારીરિક રીતે, સમાજને, દુનિયા ને, પરિવાર ને બતાવવા માટે એકબીજા ની ખુબજ પાસે હોય છતાં એકબીજા થી ઘણાં દૂર હોય, where care becomes formality
આવા સંબંધો ને, આવી પરિસ્થિતિ ને બ્રેકઅપ કહેવાય છે.
જ્યાં એકબીજા ની હાજરી નું કે ગેરહાજરી નું કશું જ મહત્ત્વ નથી. જ્યાં એકબીજા થી દૂર રહેવાથી કશી અકળામણ નથી થતી. બ્રેકઅપ એટલે ફક્ત શારીરિક રીતે અલગ થવું નહીં, આપણે કોઈ થી મજબૂરી માં સંબંધ તો તોડયો પણ એની પસંદ એની નાપસંદ, એની રહેવા બોલવાની રીત, એનું આપણું નામ લેવાની રીત, આપણી કાળજી રાખવાની રીત, નાનામોટા દરેક બનાવ શેર કરવાની આદત, આ બધું જ આપણે યાદ કરતા હોઈએ છીએ તો એને બ્રેકઅપ કેમ કહેવું.?
એ વ્યક્તિ ૨૪ કલાક આપણા મનમાં રહે છે તો પછી એને બ્રેકઅપ કેમ કહેવું.?
જ્યારે કોઈ એવી વ્યક્તિ સાથે હોય જેની પસંદ નાપસંદ, ફેવરિટ કલર, ભાવતું ભોજન, કશા સાથે કઈ લેવાદેવા ન હોય
શું પહેરવું થી લઈ ને જે પહેરવું હોય એ પહેર, શું જમવાનું બનાવું થી લઈ ને જે બનાવ્યું હોય એ ચાલશે, કેમ મોડું થયું એની ચિંતા થી લઈને એને તો મોડું જ થશે એ ટેવ સાથે ચાવી મૂકી સૂઇ જવા સુધી, સાથે જમવાની ટેવ પડી ગઈ હોય અને એ ટેવ ક્યારે ઈચ્છા માં બદલાઈ જાય એના સફર સુધી, જીવન ભર સાથે રહેવાના વચન થી દર રવિવારે પણ સાથે રહી શકીએ તેવા નિષ્ફળ પ્રયત્નો સુધી, રોજ રાત્રે બેસીને આખાં દિવસ નો થાક ઉતરી જવાથી લઈ ને સાથે બેસીને થવાના ઝગડા ની શકયતા સુધી, ખરેખર તો આ બ્રેકઅપ છે. બ્રેકઅપ એટલે ફક્ત શારીરિક દૂરી નહીં, બ્રેકઅપ એટલે લાગણી નો અંત, કાળજી નો અંત, સમજદારી નો અંત, વિશ્વાસ નો અંત.