મોહ મારો, તું ફરીથી લગાવે,
હું રડું અને તું મને ચુંપ કરાવે.
હવે એ સંબંધ ક્યાં આપણા કે,
હું રિસાઉં અને તું મને મનાવે.
ક્યાં છે તું હવે મારી સંગાથે કે,
ગાંડાવેડા કરીને, મને હસાવે.
બસ ગણું છું દિવસો વિરહના,
કે પ્રેમ ફરીથી અપાર જતાવે.
તું આવે વળીને, રાહ જોઉં છું,
અને મને ગમતી રીતે સતાવે.
ઝખ્મો સાચવું બધાં 'અખ્તર',
કે તું તેમનો ઈલાજ થઇ આવે.