રાહબર
હેરાફેરી નજરોની થઈ ને તમે મળી ગયાં,ખિલખિલાટ હસતાં એમ જ તમે હૃદયમાં વસી ગયાં....(૧)
હવે તૂટક તૂટક ચાલે છે શ્વાસ તમારા વિનાં, પ્રેમની જયોત જગાવી તમે કયાં નીકળી ગયાં....(૨)
ચાલવું નથી એકલું મારે રાહબર વિનાં, મંઝિલ દેખાડી મને તમે કયાં ભટકી ગયાં....(૩)
પ્રેમનો અતર છાંટવો છે અઘરો, પણ વિનાં કારણ તમે કેમ મહેકી ગયાં....(૪)
સુગંધ પ્રસરી છે હવે ચારેબાજુ, પણ ફૂલ ની પાંદડી બની શાનાં ખરી ગયાં....(૫)
આવો નાં આવો ભલે રુબરુ સમીપ અમારી,યાદોનું વાવાઝોડું બનીને કેમ રહી ગયાં.... (૬)
-Dr. Brijesh Mungra