આપ ન સમજો એવી તો કોઈ જ વાત નથી,
આપણ બન્ને વચ્ચે કૈ નવીન મુલાકાત નથી,
મુફલિસ છોને દુનિયાની નજરે કૈક રહ્યો,
હું નહિ આપી શકું એવી તો સોગાત નથી,
આપ અગર આવો તો લાગે જીવન એવું,
જીવનમાં તો મારાયે કોઈ જ રાત નથી,
દિલ આપ્યું'તું તમને અમસ્તા એવી રીતે,
મંજુર આપે ય કર્યું એની દરખાસ્ત નથી,
ખોવાઈ ગયું દિલ મારું ક્યાં પ્રણયના પંથે?
એની એવી કોઈ જ તો જાહેરાત નથી.....