બેસી રહીને માત્ર તો નકશો કરી શકાય !
જો ચાલવું જ હોય તો રસ્તો કરી શકાય !
કક્કાએ કેવો એક હુનર શીખવી દીધો ?
એક્ રોટલાને કેટલો મીઠો કરી શકાય !
માથું ઝૂકાવી દીધું હોય પ્રેમમાં પ્રથમ
એ બાદ કોઈ લાગુ ક્યાં શરતો કરી શકાય ?
આજે કશુંય કામ નથી હાથવેંતમાં
તો થાય છે કે પાણીમાં ભડકો કરી શકાય!
મસ્તક ઝૂકાવી દીધું હોય પ્રેમમાં પ્રથમ
એ બાદ કોઈ લાગુ ક્યાં શરતો કરી શકાય ?
મન તારી પાસે ક્યારનું પહોંચી ગયું છે ને
અહીં બેસવાનો કેમ ઈરાદો કરી શકાય ?
સમદર અગાધ સામે કશું થઈ શકે નહીં
તારાં સ્મરણનો માત્ર તરાપો કરી શકાય !
ભરત ભટ્ટ