માતાના સંબંધો મૂલ્યવાન છે, પરંતુ પિતાનો સંબંધ ઓછો નથી
જો માતાની સેવા સ્વર્ગ છે, તો પિતાની સેવા એ સીડી છે. સ્વર્ગ ની.Please listen 🙏
👇
https://youtu.be/-Mv0Nr6QH2M
પ્રભુ ની કૃપા થી પિતા સાંપડે
પિતા ની કૃપા થી પ્રભુ સાંપડે
પિતા છત્ર છાયા છે પરિવાર ની(૨)
પિતાજી ખરેખર જીવન ને ઘડે
પિતા એ જે દુનિયા ને જોઈ છે તે
કદી કોઈ માતા એ જોઈ નથી
પરિક્ષા ઓ દુનિયા તો લેતી રહે
પિતાજી એ ધીરજ ને ખોઈ નથી
ઘરે સૌ ને ખુશહાલ રાખે પિતા (૨)
ને ચૂપ ચાપ દુનિયાની સાથે લડે
પિતા છત્ર છાયા છે પરિવાર ની
પિતાજી ખરેખર જીવન ને ઘડે
પ્રભુ ની કૃપા થી પિતા સાંપડે
પિતા ની કૃપા થી પ્રભુ સાંપડે
એને બાળ પણ માં ના જે જે મળ્યું
તે બધું અપાવે સંતાન ને
કરી કંઇક સંઘર્ષો ઊભા રહે
ના તૂટવા દે એ ઘર ના સન્માન ને
એનો પ્રેમ માતા થી છે મહાન (૨)
ભલે એની આંખે ના આંસુ વહે
પિતા છત્ર છાયા છે પરિવાર ની
પિતાજી ખરેખર જીવન ને ઘડે
પ્રભુ ની કૃપા થી પિતા સાંપડે
પિતા ની કૃપા થી પ્રભુ સાંપડે
એ વાતો કરે તો સમજવા મળે
એ બોલે નહિ તોયે શીખવા મળે
એ આપે તે દેખાય ઓછું ભલે
એનું આપેલું ઓછું કદી ના પડે
જેને મારી માતા કરે છે નમન(૨)
પિતા ની કોઈ જોડ નહિ રે જડે
પિતા છત્ર છાયા છે પરિવાર ની(2)
પિતાજી ખરેખર જીવન ને ઘડે
પ્રભુ ની કૃપા થી પિતા સાંપડે
પિતા ની કૃપા થી પ્રભુ સાંપડે