💛 એકલતા 💛
આંખ ભીની છે છતાં,
સૌ કોઈને હસાવી જાઉં છું...
ભીડ વચ્ચે રહી મારી,
એકલતા સંતાવી જાઉં છું ...
કોઈ આવશે નહીં મનાવવા,
માટે હવે રીસાતો પણ નથી...
ખુદથી જ નારાજ થઈ,
ખુદને જ મનાવી જાઉં છું...
મારા ખોટા સ્મિતને પણ લોકો,
સાચું જ માની બેઠા છે...
હું ખુશ છું, એ હું પોતાને પણ,
સમજાવી જાઉં છું...
હું કાચો છું,
થોડી લાગણીઓનો વેપાર કરવામાં...
બીજાઓને ખુશીઓ આપી,
દર્દને ખુદમાં સમાવતો જાઉં છું...
ખબર જ છે કે, પડદો પડશે,
ને, ભૂલી જશે આ દુનિયા મને...
છતાં, જીવન રંગમંચ પર,
મારું પાત્ર નિભાવી જાઉં છું..!!💛