હિરકણી
સાહસ તારું અતુલ્ય, આ વીર ભૂમિને છાજે, માતૃત્વ પોકારે ઉમળકાભેર, એક નવી હીરકણી જયારે જાગે.... (૧)
માં નું દૂધ છે અનન્ય,તોલે ના કોઈ ખાનપાન આવે, આ અલૌકિક પ્રેમ ને પામવા, ઈશ્વર પણ ધરા પર આવે.... (૨)
અમી વરસે ધરતી પર, માં ની મમતા જયારે પોકારે, અમૃત નાં ઘૂંટડા ભરે શિશું, માં છાતી સરસો જયારે ચાંપે.... (૩)
માં નું દુધ છે સર્વોતમ, એ સૌ કોઈ આજે જાણે, નાં આવે અમૃત પણ તોલે, એ વિજ્ઞાન પણ સમજાવે.... (૪)
માં બાળ ની છે જોડી અનેરી, જગમાં એ સર્વોચ્ચ સંબંધ સ્થાપે, ઉર્મિ ઓનાં છે તાણાવાણા એવાં, મમતવ દૂધ વાટે પીવડાવે.... (૫)
જાગો, ઉઠો હે સન્નારીઓ, એ હીરકણી સમજાવે, શૌર્ય, સાહસ થી સંપન્ન, આ ભારતભૂમિ તમને લલકારે.... (૬)
-Dr. Brijesh Mungra