, સ્વર્ગ
કડકતી વીજળી હેરાન છે,,
કોણ આવા સમયે સ્વર્ગમાં જઈ રહ્યું છે..
કેવી કેવી આશાઓ સાથે પ્રીત બાંધી હશે,,!
પામવા સ્વર્ગ પાપ પુણ્યના કર્મ કરવા જીવ્યા હશે.
હે.. જીવ કેટલાં ભેદભાવ વગર તે મનનું ધાર્યું કર્યું હશે,
કેવા મનોમંથન સાથે તું હંમેશા જીવ્યો હશે,,!
ઇશ્વર સાથે કંઇક સવાલ જવાબો કર્યા હશે,,!
પામવા સ્વર્ગ પાપ પુણ્યના કર્મ કરવા જીવ્યા હશે.
અનુભવે અનુભવી રહ્યો તું પાપ કરી ડૂબકીઓ લગાવી હશે..
ગજબનું ખેંચાણ તને સ્વર્ગનું તટસ્થ પ્રવાહમાં તણાતો હશે..
ચડી અડફેટે શુભ ગુણ વિકસાવ્યા હશે તે....!
પામવા સ્વર્ગ પાપ પુણ્યના કર્મ કરવા જીવ્યા હશે.
○રૂપલ મહેતા રુપ✍️© અમદાવાદ
-Rupal Mehta