લખે લોક સૌ કવિતા હજાર દિકરી વિશે
એક દીકરા વિશે આજ હું લખવા માંગું છું ❣️
✨કહે છે દીકરી વ્હાલનો દરીયો
તો દીકરાને વહાલ નું તોફાન હું માનું છું
✨કહે છે દીકરી મા-બાપનું હૃદય છે
તો દીકરાને મા-બાપનો શ્વાસ હું માનું છું
✨કહે છે દીકરી લાગણીઓનું પુર છે
તો દીકરાને સંવેદના ના સુર હું માનું છું
✨કહે છે દીકરી છે કુળ નું ગૌરવ
તો દીકરાને કુળનું અભિમાન હું માનું છું
✨કહે છે દીકરી મા નો પડછાયો છે
તો દીકરાને માંનું અસ્તિત્વ હું માનું છું
✨કહે છે દીકરી બાપ નું મનોબળ છે
તો દીકરાને બાપ નું પીઠબળ હું માનું છું
✨શાને કાજે કરે લોક ભેદભાવ દીકરી દીકરા વચ્ચે
🙏ઈશ્વર ની અમૂલ્ય ભેટ હું તો બંનેને માનું છું❣️