*ઘુઘો કહે : હુ આઠ વરહનો હતો ત્યારથી મને "લોકશાહી" ઉપરથી ભરોસો ઉઠી ગયો*
*તો મે પુછ્યુ : કેમ.?*
*તો કહે : ઉનાળુ વેકેશન હતુ.*
*બાપાએ અમને પુછ્યુ કે "દાદાજી" ના ઘરે જાવુ છે,*
*કે "નાનાજી" ના.?*
*અમે બધા ભાઈ બહેનોએ બુમ પાડીને કહ્યુ :"દાદાજી" ના ઘરે*
*પણ*
*એકલી મમ્મીએ "નાનાજી" ના*
*ઘરે જાવાનુ કહ્યુ...*
*"બહુમતિ" અમારી હતી એટલે મમ્મી હારી ગઈ.*
*અને અમે ખુશ થાતા*
*સુઈ ગયા*
*સવારે મમ્મી વાળ ઓળતા ઓળતા*
*હસીને કહે :*
*બધાય તૈયાર થઈ જાવ આપણે "નાનાજી" ના ઘરે જાવાનું છે.*
*અમે બધા બાપા સામે આંખો ફાડીને જોતા હતા...*
*બાપા નજર ફેરવીને પેપર વાંચવાનો ઢોંગ*
*કરવા લાગ્યા*
*ત્યારે*
*મને હમજાય ગયુ*
*કે "લોકતંત્ર" માં ફૈસલા જનતાની હાજરીમાં*
*નહી*
*પણ*
*જ્યારે જનતા*
*ઉંઘતી હોય*
*ત્યારે થતાં*
*હોય છે.*