Gujarati Quote in Poem by Rohit Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકલ દિલ અને દિમાગ માં એક ગૂંચવણ થઈ રહી છે,
ન કઈં વિચારી શકું શું, ન કઈં લખવાનું મન થાય છે,
અને ક્યારે ક્યારે એવું થાય છે કે બહુ દૂર જતો રહું,
બહુ દૂર,
જ્યાં મારા સિવાય મને કોઈ ન ઓળખતું હોય,
પછી વિચાર આવે છે, મને અહીંયા કોણ ઓળખે છે,
જેટલું પણ લખ્યું મે આજ સુધી,
પોતાના જીવન વિશે તો લખ્યું છે,
હું ભૂલી જવા માંગુ છું પોતાના વિતેલા જીવન ને,
પણ એજ જીવન ને યાદ કરી લખવા પણ માંગુ છું,
ક્યારે ક્યારે વિચારું છું,
જેટલું મારે લખવું હતું એ મે લખી નાખ્યું,
અને જેટલું મે અત્યારે લખ્યું છે,
એનાથી વધારે તો મે બાળી નાખ્યું એ સમયે,
બસ એ થોડી યાદો હતી જે બીજા કોઈ ની સામને ન આવે,
મને યાદ રહે એક યાદ બનીને,
એ મારી શાયરી ની ડાયરી તો સળગી ગઈ,
કાગળ રાખ થઈ ગયા,
શબ્દો ધુમાડો બની ને હવા માં ઊડી ગયા,
પણ દિલ આજ પણ બળે છે.....
-Rohit Solanki

Gujarati Poem by Rohit Solanki : 111670298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now