.
🌸 *મારાં સપના નું ઘર* 🌸
ઘર ની વહુ નું સર ઝુકે નહીં
તેવું ઘર નું *બારણું* હોવું જોઈએ
દિકરા નાં દિકરા કે દિકરી નાં પગ થી
લાંબુ ઘર માં *પારણું* હોવું જોઈએ
સારાં અને ખોટાં કામ જુદાં પાડે
તેવું ઘર માં એક *ચારણું* હોવું જોઈએ
દાદા-દાદી ની વાતો નું આપણાં ઘર માં
મીઠું *સંભારણું* હોવું જોઈએ
સાંજે ઘર નાં બધાં મેમ્બર સાથે બેસી ને વાતો
કરી શકે તેવું એક *પાથરણું* હોવું જોઈએ
બધાં નાં હોદ્દા પ્રમાણે મોભા સચવાય
તેવું ઘર માં માથે *ચાંદરણું* હોવું જોઈએ
રાચરચીલું સ્વચ્છ અને સુઘડ લાગે
તેવું ઘર માં *સાવરણું* હોવું જોઈએ
કલાક તમારી જાત જોડે વાત કરી શકો
તેવું ઘર માં એક *કટાસણુ* હોવું જોઈએ
દિવસ ની શરુઆત માં ઘર નાં વડીલો ને
માટે એક *ખમાસણું* હોવું જોઈએ
ઘર માં એક છત નીચે બધાં શાંતિ થી સુઈ શકે
તેવાં વડીલો નું *ઓવારણું* હોવું જોઈએ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏