એવું, નથી સુક્કું,ઉજ્જડ,વેરાન નહિ ફાવે
પણ આવું અધકચરું લીલું તો નહિ ફાવે .
ચાલશે તારું જરાપણ ના આવવું ,
પણ આમ અધૂરું આવવું નહિ ફાવે ,
માટી માંડ પકવી ભટ્ટીએ જાત બાળી,
તારું, એકાએક પલાળી જવું નહિ ફાવે .
પાષાણ ની પાથરી સેજ મારા મહી ,
તું હથોડે હાસ્ય પટકીશ તો નહિ ફાવે .
આઁખોંના અનંત સાગરમાં ન ફસાવ ,
અનરાધાર આવ, છૂટુંછવાયું નહિ ફાવે .
કે , રુવાડા કેમ ? અળગા કરું 'કૃતિ' થી,
તું વહે નખશિખ જવા પછી, એ નહિ ફાવે .
Kruti