દોડવું છે,ભાગવું છે, હસવું છે મારે આવનારી આંધી થી લડવું છે મારે
મારે મારી જાતને શણગારવી છે...
ઉંબરે આવેલા પંખી સંગ ઊડવું છે મારે
નદીના પ્રવાહ સંગ વહેવું છે મારે
મારે મારી જાતને શણગારવી છે...
જીવનને સદગુણો થી કંડારવું છે મારે
અહંકારી શરીર ને અગ્નિમાં ભેળવવું છે
મારે મારી જાતને શણગારવી છે...
આવે ભલે મુશ્કેલી તોય કાંટાળા રસ્તે ચાલવું છે મારે
ધૈર્યતા ને સ્થાન આપવું છે મારે
મારે મારી જાતને શણગારવી છે...
મખમલી ચાદર માં સહેલાવવું છે મારે
કરોળિયા ને જેમ ચડવું અને પડવું છે મારે
મારે મારી જાતને શણગારવી છે...
દુઃખ ની બાજી સંગ લડવું છે મારે
સુખ નાં એ સમુંદર માં વહેવું છે મારે
મારે મારી જાતને શણગારવી છે...