હ્રદય માં પણ જીવંત હ્રદય હોવું જોઈએ ,
બાકી હ્રદય સુધી પહોંચવા હ્રદય જ જોઈએ .
ખાલી ચણો વાગે એમ ગાવાં થી કશું ના થઈ શકે ,
હ્રદય ને સાંભળવા માટે પણ હ્રદય જોઈએ .
મૂર્ખ જ ભૂલ કરે , એ કદાચ ભૂલભરેલું છે
ભીતર ભાવ ને સમજવા પણ હ્રદય જોઈએ .
વિખરાઈ જાય કચરાની માફક લાગણીઓ આમ તેમ ,
એ મનોભાવો ને સંભાળવા પણ હ્રદય જોઈએ .
શાંતિ શોધવા જશો તો અવની આખી ઓછી પડશે,
આકાશ આંબવા પણ ધબકતું હ્રદય જોઈએ .
બુદ્ધિ નો રસ્તો છે મગજ થી સ્વભાવ સુધી ,
મન ને શુદ્ધ કરવા પણ હ્રદય જોઈએ .
મળશે બધુ જ બસ ! ગમતું હ્રદય નહી મળે ,
"હ્રદય" ને પણ હ્રદયથી પવિત્ર હ્રદય જોઈએ .
"હ્રદય"