ચોમેર ફેલાયો છે હતાશાનો અંધકાર યુવા વર્ગમાં,
અને સમજાય નહિ મુજને,
કે આવું થાતું શા'ને?
કહેવું છે ઘણું સહજ કે થઈએ શું કામ હતાશ આપણે?
પણ શોખ નથી હોતો કોઈને હતાશામાં સરકવાનો,
એ તો હોય સંજોગો, પરિસ્થિતિ એવા કે લઈ જાય તેમને હતાશા તરફ,
માન્યું કે હતાશાનું એક કારણ મોબાઇલ નામક રાક્ષસ છે,
પણ જો રહેવું હોય દૂર હતાશાથી,
તો તેનો સદુપયોગ કેમ કરાય એ તો છે ને આપણા હાથમાં?