રંગમંચ
પતથર તરાસીને જુવો,નવો આકાર ઉપસી જશે, કોઈને સમજીને તો જુવો, નવી સવાર પડી જશે.... (૧)
જુઠાણાં ને નાં બનાવો મુખ સાપનું, તો એ સત્ય ગળી જશે, પારદર્શી બનીને તો જુવો, આભાસી ચહેરો હટી જશે.... (૨)
કરશો જો આમ જ રિસામણા તો સમય વહી જશે, કરશો જો સ્વીકાર સત્યનો, તો જીવન બદલી જશે.... (૩)
ન કરો આટલો જુઠો વિવાદ, કોઈ રામ રાવણ બની જશે, એ આભાસી માયા કદાચ ,તમને પાતાળ લઈ જશે.... (૪)
છે સમય જાગવાનો અત્યારે, નહિ તો પતન નિશ્ચિત થઈ જશે, રંગમંચ નાં આ ખેલમાં અંતે પડદો ખુલી જશે.... (૫)
-Dr. Brijesh Mungra