Gujarati Quote in Poem by Patel anjali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોવે છે એની આંખોની સામું તોય પૂછે છે કે શું થયું ?
હું કહું ને તું મારી ચિંતા કરે ,
એમાં તો વળી શું નવું થયું ?

પ્રેમના દરિયામાં તો આપણે બન્ને એ ડૂબકી મારી છે
છતાંય દરેક વાત તારી સમક્ષ રજૂ કરવી પડે ,
આ વળી આપણી વચ્ચે કેવું થયું ?

તારા નયન માં ઉતરીને મેઁ આંસુઓને તારા પી લીધા
ને તું કહે છે કે મને માર્ગ ના મળ્યો તારા દિલમાં ઉતરવાનો ,
મને જણાવ પ્રિયે...તારાથી આવું કેમ થયું ?

સંગે મારા રહીને પણ ના સમજી શક્યો મારી ખુશીને
અરે પાગલ વ્હાલથી એક ચુંબન કરી દે ,
બસ મારી માટે તો એજ બવ થયું...

છેલ્લા શ્વાસ સુધી સાથે ચાલવાનું છે આપણે એકબીજાની
નહિ કામ લાગે કોઈ દવા કે દુઆ પ્રેમરોગમાં ,
પછી ના કહેતો કે આ શું થયું ?


-Patel Anjali

Gujarati Poem by Patel anjali : 111669041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now