તું મારો શ્વાસ છે તું મારો હાશ છે
મન મારુ તારી પાસે છે મોકળું
મન મારુ તારી પાસે છે ખીલેલું
ના કર શંકા તણા ઉધામા કંઈ
નહિ મળે સિવાય ઉદ્વેગતાં......
કાલ કોણે જોઈ છે જીવી લે આજમાં
ક્યાંક પસ્તાવું ના પડે ખુદના જ આડંબરમાં
ઓ માનવ સમજી જા આટલે થી
શાને વધારે છે વિટંબણા.....
આવ્યો ત્યારે ન હતું કંઈ ને
જઈશ ત્યારે પણ કંઈ નહિ હોય સાથે
માત્ર હશે સુવાસ તારા જ સ્વભાવ ની
તો આવ બનીએ સારા મિત્રો......
-Shree...Ripal Vyas