પ્રભુ તારી કૃપા ની જરૂરત છે.
____________________
કાગળ અને પેન લઈને લખી રહ્યો છું,
નથી ગાતા આવડતું છતાં પ્રાર્થના ગાઈ રહ્યો છું.
તારા હ્રુદય માં મુજ ને જગ્યા ની જરૂરત છે,તારી કૃપા ની મુજ ને જરૂરત છે.
પ્રભુ તારે સહારે મીઠી નીંદર માં સૂઈ જાવ છું,તારી કૃપા થી જાગી જાવ છું,
શ્વાસોશ્વાસ ચાલે ત્યાં સુધી પ્રભુ તારી જરૂરત છે.
મહાસાગર નાં ભંવર માં ફસાયો છું,તું કિનારે પહોંચાડ
એવી મારી અરજ છે,
તારા હલેસા ની હવે જરૂરત છે
ભવ ભવ નો ભટકતો મુસાફર છું , તડકા ને તાપ થી થાક્યો છું,
પ્રભુ વાદળી બની વરસી જા,
મુજ ને પ્યાસ છીપાવવા ની જરૂરત છે, પ્રભુ તારી કૃપા ની
મુજ ને જરૂરત છે.
જયવંત બગડિયા / કવિરાજ